આ નગરમાં મેયરપદે ચૂંટાયો શ્વાન

Wednesday 11th November 2020 06:16 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રમુખપદના ચૂંટણી પરિણામોની ઉત્સુક્તાભેર સાથે રાહ જોવાઇ રહી હતી ત્યારે બીજી તરફ રેબિટ હટ નામના એક નાનકડા નગરમાં યોજાઇ ગયેલી મેયરપદની ચૂંટણીમાં મતદારોએ વિલ્બર બિસ્ટ નામના શ્વાનને મેયરપદે ચૂંટી કાઢ્યો હતો. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ કેન્ટકીમાં રેબિટ હટમાં વસી રહેલા નાનાકડા સમુદાયે ફ્રાન્સિસી બુલડોગને પોતાના નવા નેતાપદે ચૂંટી કાઢયો છે. રેબિટ હેશ હિસ્ટોરિકલ સોસાયટીએ મતગણતરી બાદ એક નિવેદન પણ જારી કરીને જણાવ્યું હતું કે વિલ્બર બિસ્ટ ૧૩,૧૪૩ મતે ચૂંટણી જીતી ગયા છે.
વાત એમ છે કે રેબિટ હેશ હિસ્ટોરિકલ સોસાયટી આ નાનકડા શહેરની માલિકી ધરાવે છે. સોસાયટીએ એક ફેસબૂક પોસ્ટમાં મેયરપદે શ્વાન ચૂંટાઈ આવ્યાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ‘રેબિટ હેશમાં મેયરપદની ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે. વિલ્બર બિસ્ટ શ્વાન નવા મેયર બની ચૂક્યા છે. તેમને કુલ ૨૨,૯૮૫ મતમાંથી ૧૩,૧૪૩ મત મળ્યા હતા.’
જ્યારે તેના પ્રતિસ્પર્ધી ઉમેદવારો જેક રેબિટ બિગલ અને પોપી ગોલ્ડન રિટ્રીવર અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા હતા. તો લેડી સ્ટોન શહેરના રાજદૂત તરીકે પોતાનું સ્થાન કાયમ રાખવામાં સફળ થઈ હતી.
કેન્ટકી ડોટકોમ વેબસાઇટના જણાવ્યા મુજબ રેબિટ હેશ કસબો ઓહિયોના નદીકિનારે વસી રહેલો એક સમુદાય છે. ૧૯૯૦થી આ સમુદાય શ્વાનને મેયરપદે ચૂંટતો રહ્યો છે. કસબામાં વસી રહેલા સમુદાયે હિસ્ટોરિકલ સોસાયટીને એક-એક ડોલર દાનમાં આપીને મતદાન
કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter