આંધ્ર પ્રદેશના 20 વર્ષીય અભિજીતની હત્યા

Thursday 21st March 2024 13:02 EDT
 
 

વિજયવાડાઃ અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની હત્યાની ઘટના બની છે. આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લાના રહેવાસી 20 વર્ષીય વિદ્યાર્થી પારુચુરી અભિજીતની અમેરિકામાં અજ્ઞાત હુમલાખોરોએ હત્યા કરી છે. પછી હત્યારાઓ અભિજીતનો મૃતદેહ એક કારમાં રાખીને જંગલમાં મુકીને ભાગી ગયા હતા. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. અભિજીત પારુચુરી ચક્રધર અને શ્રીલક્ષ્મીનો એક માત્ર પુત્ર હતો. બાળપણથી જ પ્રતિભાશાળી વિદ્યાર્થી અભિજીતને આરંભમાં તો તેની માતાએ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ મોકલવાનો ઈનકાર કર્યો હતો. પરંતુ પુત્રના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને એ સહમત થયા હતા, તેમ પરિવારના એક સભ્યે કહ્યું છે. અભિજીતને બોસ્ટન યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું હતું. આશંકા છે કે હુમલાખોરોએ પૈસા અને લેપટોપની ચોરી માટે અભિજીતની હત્યા કરી હશે. જોકે, યુનિવર્સિટી કેમ્પસમાં થયેલી હત્યાથી એક શંકા એવી પણ છે કે તેનો યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓ સાથે ઝઘડો થયો હોય. અમેરિકામાં તમામ ઔપચારિકતા પૂર્ણ થયા પછી મૃતદેહને વતન લાવવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter