વોશિંગ્ટન: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈમિગ્રેશન વિરોધી નીતિના ભાગરૂપે કાર્યવાહી કરવા જતાં ફેડરલ ઇમિગ્રેશન અધિકારી દ્વારા મિનિયાપોલીસમાં એક મહિલા અને ઓરેગનના પોર્ટલેન્ડમાં બે દેખાવકારોને ગોળી મારવાના વિરોધમાં જનતાનો આક્રોશ ભડક્યો છે.
આઈસીઈ (ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ) એજન્ટો વિરુદ્ધ આખા દેશમાં ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે ત્યારે મિનેસોટાના નેતાઓએ દેખાવાકારોને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની હાકલ કરી હતી. મિનેસોટાના શહેર મિનિયાપોલિસમાં ગેરકાયદે વસાહતીઓની ધરપકડ માટે નિયુક્ત આઈસીઈ એજન્ટોએ એક કાર્યવાહીમાં અમેરિકન મહિલા રેની ગૂડની ગોળી મારીને હત્યા કર્યા પછી મિનિયાપોલિસ જ દેશભરમાં લાખો લોકો વિરોધ પ્રદર્શન કરતાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.


