આતંકી રાણાની બચાવ માટે અરજીઃ પ્રત્યર્પણ અટવાયું

Thursday 13th April 2023 12:41 EDT
 
 

વોશિંગ્ટનઃ મુંબઈ આતંકી હુમલાના આરોપી કેનેડાના બિઝનેસમેન તહવ્વુર રાણાનું ભારત પ્રત્યર્પણ રોકાઇ ગયું છે. આરોપીએ આ મામલે હાલની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે યુએસ કોર્ટમાં અરજી કરી છે. રાણા 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાનો આરોપી છે અને હાલ અમેરિકાની જેલમાં કેદ છે. આ આરોપીને સત્વરે ભારતને હવાલે કરવામાં આવશે તેવું મનાતું હતું, પરંતુ કોર્ટ દ્વારા હજુ સુનાવણી હાથ ધરાઇ નથી. ડેવિડ કોલમેન હેડલીના બાળપણના મિત્ર 62 વર્ષીય રાણાની ભારતની વિનંતી પર 10 જૂને લોસ એન્જલસમાં ફરીથી ધ૨પકડ કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter