આરએસએસ પર પ્રતિબંધ મુકવા માગ

Friday 28th August 2026 12:29 EDT
 
 

વોશિંગ્ટનઃ ધાર્મિક સ્વતંત્રતા પરના એક અમેરિકન સલાહકાર જૂથના અધિકારીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર પ્રતિબંધો મૂકવા અપીલ કરી છે. સાથે જ અમેરિકન સરકારને તેના નેતાઓને રાજદ્વારી માનપાન ન આપવા તેમજ તેમની સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો ન યોજવા અનુરોધ કર્યો છે. યુએસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF) ના અધ્યક્ષ આસિફ મહમૂદે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરએસએસના સભ્ય છે. આ સંગઠનને તેમણે એક એવા મુખ્ય સંગઠન તરીકે વર્ણવ્યું હતું જેના સાથી સંગઠનોએ ધાર્મિક લઘુમતીઓ પર હુમલા કર્યા છે. મહમૂદની આ ટિપ્પણી આરએસએસ વડા મોહન ભાગવતની અમેરિકા મુલાકાતના થોડા સપ્તાહ પહેલા આવી છે, ભાગવત 29 ઓગસ્ટે ન્યૂયોર્કમાં ‘અમેરિકન હિંદુઝ ફોર એન્ગેજમેન્ટ એન્ડ ડાયલોગ’ (AHEAD) દ્વારા આયોજિત ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન્સ’માં ભાગ લેવાના છે.
USCIRF ના કમિશનર જીન મિલ્સે જણાવ્યું હતું કે RSS ના નેતાઓ, ભલે તેઓ ભારત સરકાર સાથે જોડાયેલા હોય, તો પણ તેમને ઉચ્ચ સ્તરીય બેઠકો કે રાજદ્વારી શિષ્ટાચારથી સન્માનિત કરવા જોઈએ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter