આર્કેગ્રોસ કેપિટલના પતનથી વૈશ્વિક બેન્કોને ૬ અબજ ડોલરથી વધુનું નુકસાન

Sunday 11th April 2021 07:01 EDT
 

ન્યૂ યોર્કઃ અમેરિકાના હેજ ફન્ડસ આર્કેગ્રોસ કેપિટલના પતનને કારણે વૈશ્વિક બેન્કોને ૬ બિલિયન ડોલરથી વધુની નુકસાનીનો અંદાજ મુકાઇ રહ્યો છે. ફન્ડ્સને ઈક્વિટી ડેરિવેટિવ ટ્રેડસ માટે કરેલા ધિરાણને કારણે પોતાને અબજો ડોલરનું નુકસાન જવાની આશંકા નોમુરા તથા ક્રેડિટ સ્યૂઝે વ્યક્ત કરી છે. આર્કેગ્રોસના ડિફોલ્ટ થવાને કારણે વિશ્વભરમાં બેન્કિંગ સ્ટોકસમાં ભારે વેચવાલી આવી છે.
આર્કેગ્રોસ કેપિટલે જણાવ્યું હતું કે આ પડકારભર્યો સમય છે અને શ્રેષ્ઠ ઉપાય શોધી કાઢવા દરેક સ્તરે ચર્ચા ચાલી રહી છે. હેઝ ફંડ આર્કેગ્રોસ કેપિટલનાં ડિફોલ્ટ થવાથી નોમુરા, ક્રેડિટ સ્યુસ જેવી બેંકોને જંગી નુકસાન ભોગવવું પડી શકે છે. આ સંકટને કારણે નોમુરાને બે બિલિયન ડોલરના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સમાચારને પગલે અમેરિકન શેરબજારમાં નોમુરાનો શેર ૧૪ ટકા તૂટ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter