ઇંડિયન આર્મી અને યુએસ આર્મીના વડાઓ વચ્ચે બેઠક યોજાઇ

Friday 23rd February 2024 07:30 EST
 

નવી દિલ્હી: ભારતીય સેનાના પ્રમુખ જનરલ મનોજ પાંડે અમેરિકાના ચાર દિવસીય પ્રવાસ દરમિયાન યુએસ આર્મી ચીફ જનરલ રેન્ડી જોર્જને મળ્યા હતા. બંને લશ્કરી વડાઓ વચ્ચે 15મી ફેબ્રુઆરીએ યોજાયેલી આ બેઠક દરમિયાન મહત્ત્વની દ્વિપક્ષીય બાબતોની સાથોસાથ વૈશ્વિક શાંતિના મુદ્દે તથા સુરક્ષા વધારવા બાબતે ચર્ચા થઈ હતી. અમેરિકાના ફોર્ટ માયર્સમાં અમેરિકી સેનાએ ભારતીય જનરલના સ્વાગતમાં ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. જનરલ પાંડેએ અર્લિંગ્ટન નેશનલ કબ્રસ્તાનમાં અજ્ઞાત સૈનિકોની કબરો પર પુષ્પાંજલિ અર્પી હતી. જનરલ પાંડે આર્મી જિયોસ્પેશિયલ સેન્ટરની મુલાકાતે પણ ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter