ઈલિનોઇમાં સ્વતંત્રતા દિન લોહીથી ખરડાયોઃ ગોળીબારમાં 10નાં મોત, 50થી વધુ ઘાયલ

Wednesday 06th July 2022 09:05 EDT
 
 

ઇલિનોઇઃ અમેરિકાને ફરી એક વખત ગોળીબારની ઘટનાએ હચમચાવ્યું છે. શિકાગોના પરા વિસ્તારમાં જુલાઈ પરેડ વખતે એક ગનમેને બધા પર ગોળીબાર કરતાં 10 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 50થી વધુને ઇજા થઇ છે. હુમલાખોરે પરેડ ચાલુ થયાની ગણતરીની મિનિટોમાં રિટેલ સ્ટોરની છત પરથી ગોળીબાર કરી નાસી છૂટ્યો હતો.
સોશિયલ મીડિયા પર ફેલાયેલો વીડિયો બતાવે છે કે ચોમેર ઉમંગ-ઉસ્તાહના માહોલ વચ્ચે જબરદસ્ત ડર ફેલાઈ ગયો હતો. લોકો હાંફળાફાંફળા થઈ દોડવા લાગ્યા હતા. લોકો ‘ગનશોટ, ગનશોટ’ એવી બૂમો પાડવા લાગ્યા હતા. આના પગલે લોકોએ પરેડ પડતી મૂકીને ખુલ્લા મેદાનમાંથી સલામત સ્થળે પહોંચી જવા દોટ મૂકી હતી. લેક કાઉન્ટીના શેરિફે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ઈન્ડિપેન્ડન્સ ડે પરેડ રૂટના વિસ્તારમાં શૂટિંગની ઘટના બની છે. અમે શૂટિંગની આ ઘટનામાં હાઈલેન્ડ પાર્ક પોલીસને મદદ કરી રહ્યા છીએ. હુમલાખોર ગોળીબાર કરીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આથી પોલીસને ડર છે કે જો ગનમેન હાથમાં ન આવ્યો તો મૃતકોનો અને ઈજાગ્રસ્તોનો આંકડો વધી શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં જાહેર સ્થળોએ શૂટઆઉટનો સિલસિલો અટકવાનું નામ જ લઈ રહ્યો નથી. બીજી જૂને કેન્ટકી ખાતે વોરંટ બજાવવા ગયેલા પોલીસ ઓફિસર ગોળીબાર થતાં ત્રણનાં મોત થયા હતા. આ હુમલામાં પોલીસે 49 વર્ષના લાન્સ સ્ટોર્જની ધરપકડ
કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter