ઈલિનોઈસ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીના પ્રેસિડેન્ટપદે રાજ એચામ્બાદી

Wednesday 14th July 2021 03:10 EDT
 
 

શિકાગોઃ ઈલિનોઈસ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીએ ૧૬ જૂને જાહેરાત કરી હતી કે  નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીના દ'આમોર – મેકકિમ સ્કૂલ ઓફ બિઝનેસના ડન્ટન ફેમિલી ડીન રાજગોપાલ 'રાજ' એચામ્બાદી ઈલિનોઈસ ટેક સાથે તેના ૧૦મા પ્રેસિડેન્ટ તરીકે જોડાશે.સમાજના વિવિધ વર્ગોના વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા હાંસલ કરવા માટે સશક્ત કરવાના તેના પ્રયાસોનું નમેતૃત્વ સંભાળવા ઈલિનોઈસ ટેકે ભારતીય અમેરિકન શિક્ષણવિદ રાજની પસંદગી કરી હતી.
એચામ્બાદીના નેતૃત્વ હેઠળઈલિનોઈસ ટેક આગામી પેઢીના ઈનોવેટર્સ અને ક્રિએટર્સને શિક્ષિત કરીને તેની શ્રેષ્ઠતાની વીરાસતને આગળ વધારશે. આ પેઢી ટેક્નોલોજી અને આંત્રપ્રિન્યોરશિપ માટેના સ્થળ તરીકે શિકાગોના વિકાસમાં વેગ આપશે.
દેશવ્યાપી વિસ્તૃત શોધ પછી ૧૪ જૂને ઈલિનોઈસ ટેક બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે  
એચામ્બદીના નામને મતદાન કરીને સર્વાનુમતે મંજૂરી આપી હતી.  
તેઓ ૧૬મી ઓગસ્ટે વિદાયમાન થતાં પ્રેસિડેન્ટ એલન ક્રેમ્બ પાસેથી યુનિવર્સિટીનો આ સૌથી ટોચનો વહીવટી હોદ્દો સંભાળશે. ક્રેમ્બે ડિસેમ્બર ૨૦૨૦માં નિવૃત્તિની જાહેરાત કરી હતી.
એચામ્બદીએ જણાવ્યું કે સહેલાઈથી ઉપલબ્ધ અને પોષાય તેવું ટેક્નોલોજી શિક્ષણ આપવાની ઈલિનોઈસ ટેકની પ્રતિબદ્ધતા તેમને ગમે છે.  ..


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter