ઈલિનોઈસમાં ગ્લોબલ હેડક્વાર્ટર્સ સ્થાપવાનું GOPIOનું સ્વપ્ન સાકાર થશે

Wednesday 14th July 2021 03:19 EDT
 
 

ન્યૂ યોર્કઃ અમેરિકામાં ગ્લોબલ હેડક્વાર્ટર્સ સ્થાપવાનું GOPIO ઈન્ટરનેશનલ (ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરીજીન) નું લાંબા સમયનું સ્વપ્ન ટૂંક સમયમાં જ પૂરું થશે. અમેરિકામાં હેડક્વાર્ટર્સ સ્થપાતા તે તેની પ્રવૃત્તિઓને ભારતીય અમેરિકન કોમ્યુનિટી સાથે અને વિશા ડાયસ્પોરા સાથે સાંકળી અને સામેલ કરી શકશે.  
GOPIOની અખબારી યાદીમાં જણાવાયું હતું કે આ બાબતે રેડબેરી કોર્પોરેશનના સીઈઓ અને ચેરમેન ડો. દીપક કે. વ્યાસ સાથે વાટાઘાટો ચાલી રહી છે. યોજના મુજબ બધું પાર પડશે તો GOPIOને ભારતના ૭૫મા સ્વાતંત્ર્ય દિને એટલે કે ૧૫.૮.૨૧ના રોજ તેના હેડક્વાર્ટર્સનું ઉદઘાટન કરવાની આશા છે.  કે તે  
તેનું ઉદઘાટન કરવા માટે વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને આમંત્રણ અપાશે. કન્વેન્શન સેન્ટર ખાતે મહાત્મા ગાંધીની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરાશે. સમારોહમાં સરકારના અને સ્થાનિક અગ્રણીઓને આમંત્રણ અપાશે.  
ગઈ ૫ જૂને વ્યાસ સાથેની વાતચીતમાં તેમણે ઈલિનોઈસના સેન્ડવીચમાં તેમના કન્વેન્શન સેન્ટરમાં GOPIO ઈન્ટરનેશનલ હેડક્વાર્ટર્સનો સમાવેશ કરવાની ઓફર કરી હતી.  
GOPIOના પ્રેસિડેન્ટ સન્ની કુલાથાકલ, હરબચન સિંઘ, સોહન જોશી અને ગ્લેડસન વર્ગીસે તે જગ્યાની મુલાકાત લીધી હતી અને તેમની સાથે પ્રાથમિક ચર્ચા કરી હતી.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter