ઉ. કોરિયા ઉપર અચાનક હુમલો કરતા ખચકાઈશું નહીં

Thursday 20th April 2017 03:01 EDT
 

વોશિંગ્ટનઃ ઉત્તર કોરિયા પર અચાનક હુમલો કરવા સહિતના તાકીદે લશ્કરી પગલાં ભરવા અંગે યુએસ વિચારશે. ત્યાં માહોલ ખરાબ કરવાના ઉત્તર કોરિયાના પ્રયાસને રોકવા માટે એમ કરવું જરૂરી છે. આ જાણકારી વ્હાઇટ હાઉસના આંતરિક મામલા સાથે જોડાયેલા એક શખસે આપી હતી. ઉત્તર કોરિયાએ તાજેતરમાં મીડિયમ રેન્જની મિસાઇલનું પરીક્ષ્ણ કર્યું હતું, જે નિષ્ફળ રહ્યું હતું. અમેરિકાનું માનવું છે કે ઉત્તર કોરિયા સતત ઉશ્કેરણીજનક પગલાં ભરી રહ્યું છે. આ ગુપ્ત માહિતી હોવાને કારણે આ શખ્શ પોતાનું નામ બહાર પડે એમ ઇચ્છતો નથી. તેમનું કહેવું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પી ઇચ્છા છે કે ઉત્તર કોરિયા સાથે કામ પાર પાડવામાં ચીન પહેલ કરે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter