ઉદ્યોગ સાહસિક ગ્લેન ડી વરાઈઝનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ

Tuesday 23rd November 2021 14:09 EST
 

ન્યૂજર્સીઃ ૪૯ વર્ષીય અમેરિકન ઉદ્યોગ સાહસિક ગ્લેન ડી વરાઈઝનું એક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમણે ગયા મહિને જ જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનના માધ્યમથી અવકાશયાત્રા કરી હતી.

૧૯૭૨માં જન્મેલા વરાઈઝે ફાર્મા-ટેકનોલોજી કંપનીની સ્થાપના કરીને મેડિકલ ક્ષેત્રે વપરાતી ટેકનોલોજીનું ઉત્પાદન કર્યું હતું. ન્યૂયોર્કમાં ઉછરેલા વરાઈઝે કાર્નેગી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. વરાઈઝ પ્રાઈવેટ પાયલટ હતા. એક સાથી સાથે તેઓ ન્યૂજર્સી જતા હતા ત્યારે વિમાન તૂટી પડતા બંનેનું નિધન થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter