એડ માર્કેટમાં મોનોપોલી માટે ફેસબુક - ગૂગલની ગેરદાયદે ડીલ

Wednesday 19th January 2022 06:57 EST
 
 

વોશિંગ્ટનઃ દુનિયાભરમાં લગભગ એકાધિકાર ધરાવતી દિગ્ગજ કંપનીઓ ગૂગલ અને ફેસબુક પર ફરી અમેરિકામાં ઓનલાઈન એડ માર્કેટના વેચાણમાં ગેરકાયદે કરાર કરવાનો આરોપ મૂકાયો છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને ફેસબુકના એડ બિઝનેસના હેડ સેન્ડબર્ગે એડ માર્કેટમાં એકાધિકાર જાળવી રાખવા માટે ગેરકાયદે રીતે એક સોદો કર્યો હતો, જેનો પર્દાફાશ થઈ ગયો છે. આ બંને કંપનીની મોનોપોલીની નીતિઓ વિરુદ્ધ અમેરિકાના ટેક્સાસના એટર્ની જનરલ કેન પેક્સટનના નેતૃત્વમાં અનેક પ્રાંતોમાં કેસ પણ કરાયા છે.
આ બંને કંપનીના કેટલાક દસ્તાવેજો પણ મળ્યા છે, જેમાં આ વાતનો પર્દાફાશ થયો છે. આ કંપનીઓ પર આરોપ છે કે, ગૂગલે ઓનલાઈન એડ માર્કેટના વેચાણમાં હેરાફેરી કરવા હરીફ કંપની ફેસબુક સાથે હાથ મિલાવ્યા છે.
ગૂગલના પ્રવક્તા પીટર શોટેનફેલ્સે આ આરોપો ફગાવતા કહ્યું કે, પિચાઈએ ફેસબુક સાથેનો સોદો મંજૂર કર્યો હતો. અમે દર વર્ષે સેંકડો કરાર પર હસ્તાક્ષર કરીએ છીએ, જેને સીઈઓની મંજૂરીની જરૂર નથી હોતી અને આ પણ એવો જ એક સોદો હતો. બીજી તરફ, મેટાના પ્રવક્તા ક્રિસ એસગ્રોએ કહ્યું કે ગૂગલ સાથે કંપનીની એડ માર્કેટ ડીલ અંતર્ગત અન્ય પ્લેટફોર્મ પર આવા કરારોથી પ્રતિસ્પર્ધા વધારવામાં મદદ મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter