એપસ્ટીને આત્મહત્યા નથી કરી, ગળામાં ફ્રેક્ચર હત્યાનો સંકેતઃ ડોક્ટરનો દાવો

Saturday 21st February 2026 03:53 EST
 
 

વોશિંગ્ટનઃ યૌન અપરાધોના આરોપી અમેરિકી ફાઈનાન્સર જેફ્રી એપસ્ટીનના મોતની ફરીથી તપાસ થવી જોઈએ તેવો દાવો પેથોલોજિસ્ટ માઈકલ બેડેને કર્યો છે. એપ્સ્ટીનના પોસ્ટમોર્ટમ વખતે હાજર બેડેને એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેમના મતે એપસ્ટીનનું મોત ‘ફાંસી લગાવી આત્મહત્યા’ કરતાં ‘ગળું દબાવવાના કેસ’ સાથે વધુ સામ્ય ધરાવે છે. ન્યૂયોર્ક મેડિકલ એક્ઝામિનર કાર્યાલયે 2019માં એપસ્ટીનના મોતને આત્મહત્યા ગણાવી હતી. જોકે, ડો. બેડેને કહ્યું કે ઉપલબ્ધ તથ્યોના આધારે મોતનું કારણ અને રીતની ફરીથી તપાસ જરૂરી છે.
સત્તાવાર રિપોર્ટ અનુસાર એપસ્ટીનને ગળામાં ત્રણ ફ્રેક્ચર હતા - હાયોઇડ હાડકા અને થાઈરોઈડ કાર્ટિલેજમાં. બેડેન દાવો કર્યો કે તેમના 50 વર્ષના અનુભવમાં તેમણે આત્મહત્યાના ફાંસી કેસોમાં આવા ત્રણ ફ્રેક્ચર જોયા નથી. તેઓએ કહ્યું કે આવા ફ્રેક્ચર હત્યાની શક્યતા દર્શાવે છે. જોકે, તત્કાલીન ચીફ મેડિકલ એક્ઝામિનર બાર્બરા સેમ્પસને એપ્સ્ટીનના મૃત્યુને આત્મહત્યા ગણાવતા કહ્યું હતું કે આવા ફ્રેક્ચર આત્મહત્યા અને - હત્યા બંને કેસોમાં જોઈ શકાય છે. હતી. જોકે ડૉ. સેમ્પસન પોસ્ટમોર્ટમમાં હાજર ન હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter