વોશિંગ્ટન: બહુચર્ચિત સેક્સકાંડ એપસ્ટેઈન કેસ સંલગ્ન વધુ 10 લાખ દસ્તાવેજો મળતા ખળભળાટ મચી ગયો છે. કેસમાં પ્રમુખ ટ્રમ્પ સહિતના કેટલાય જાણીતા ચહેરાઓની તસવીરો અત્યાર સુધીમાં સામે આવી છે. અમેરિકાના ન્યાય વિભાગે જણાવ્યું કે, જેફ્રી એપસ્ટેઈન કેસ સંલગ્ન તમામ ફાઇલો જાહેર કરવામાં વધુ સમય લાગી શકે છે. ફરિયાદી અને તપાસકર્તાઓએ એપસ્ટેઈન કેસ સંલગ્ન વધુ 10 લાખ દસ્તાવેજો શોધ્યા છે. ન્યાય વિભાગે જણાવ્યું હતું કે, તેના દ્વારા શક્ય તેટલા વહેલા તમામ દસ્તાવેજો જાહેર કરાશે. સંખ્યાબંધ સગીર છોકરીઓ સાથે સેક્સ બદલ દોષિત જેફરી એપસ્ટેઈનનું જેલમાં મોત થયું હતું.


