વોશિંગ્ટનઃ ડેમોક્રેટ્સ હાઉસ ઓવરસાઈટ કમિટીએ યૌન અપરાધી જેફરી એપ્સટીનના એસ્ટેટમાંથી મળી આવેલા 19 નવા ફોટા જાહેર કર્યા છે. ગયા શુક્રવારે જારી આ તસવીરોમાં પ્રમુખ ટ્રમ્પ, પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ અને બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ જેવી વિશ્વની શક્તિશાળી હસ્તીઓ જોવા મળી રહી છે. જાહેર કરવામાં આવેલી તસવીરોમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. એક તસવીરમાં ટ્રમ્પ ઘણી યુવતીઓ સાથે ઉભેલા જોવા મળે છે, જેમના ચહેરા છુપાવાયા છે. અન્ય એક ફોટામાં ટ્રમ્પ એક યુવતી સાથે વાત કરી રહ્યા છે અને તેમની બાજુમાં જેફરી એપ્સટીન ઉભા છે. સૌથી વધુ ચર્ચામાં રહેલી એક તસવીર ‘ટ્રમ્પ કોન્ડોમ’ના બાઉલની છે. બાઉલ પર લખ્યું છે- ‘ટ્રમ્પ કોન્ડોમ 4.50 ડોલર’. દરેક કોન્ડોમ પર ટ્રમ્પનો ચહેરો છે અને તેના પર I am Huge લખેલું છે.
પૂર્વ પ્રમુખ ક્લિન્ટન એપ્સટીન અને તેની પાર્ટનર ગિસ્લેન મેક્સવેલ સાથે જોવા મળે છે. આ એક હસ્તાક્ષર કરેલો ફોટો છે. ગિલેન મેક્સવેલ હાલમાં સેક્સ ટ્રાફિકિંગના ગુનામાં જેલની સજા કાપી રહી છે. ટેક દિગ્ગજ બિલ ગેટ્સ અને બ્રિટિશ રાજવી પરિવારના પ્રિન્સ એન્ડ્રુ પણ એક તસવીરમાં સાથે જોવા મળ્યા છે. ગાર્સિયાએ ન્યાય વિભાગ પાસે આ કેસના તમામ દસ્તાવેજો તાત્કાલિક જાહેર કરવાની માંગ કરી છે.


