એમેઝોન, ગૂગલ, માઇક્રોસોફ્ટ સામે અમેરિકામાં કેસ કરાયો

Friday 24th July 2020 07:20 EDT
 
 

ન્યૂયોર્ક: અમેરિકાના ઇલિનોયના બે નાગરિક સ્ટીવન્સ વેન્સ અને ટિમ જેનસાઇકે ટેક કંપનીઓ એમેઝોન, ગૂગલ અને માઇક્રોસોફ્ટ સામે કેસ કર્યો છે. અરજદારોનો આરોપ છે કે, આઇબીએમના ડાયવર્સિટી ઇન ફેસિસ ડેટાબેઝમાં તેમના ચહેરાનો ઉપયોગ કરાયો હતો. બાદમાં એમેઝોન, ગૂગલ અને માઇક્રોસોફ્ટે તેમની એપમાં તેનો ઉપયોગ કર્યો.

બંને અરજદારે આ મામલે એમેઝન, ગૂગલ અને માઇક્રોસોફ્ટ ત્રણેયને નોટિસ ફટકારી છે. તેમાંથી અત્યાર સુધીમાં માઇક્રોસોફ્ટે જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે તે પ્રાઇવસીના ભંગના કેસને ગંભીરતાથી લઇ રહી છે. અરજીમાં દાવો છે કે ટેક કંપનીઓએ આમ કરવું બાયોમેટ્રિક ઇન્ફર્મેશન પ્રાઇવસી એક્ટનું ઉલ્લંઘન છે. કેસ કરનાર બંનેએ ૫-૫ હજાર ડોલર વળતર માગ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter