એશિયન અમેરિકન ઈતિહાસને પાઠ્યક્રમમાં સમાવવા સેનેટરની પહેલ

Tuesday 15th June 2021 14:52 EDT
 
 

સ્પ્રિંગફિલ્ડઃ ઈલીનોઈસના ભારતીય અમેરિકન સેનેટર રામ વિલ્લીવાલમે રાજ્યની ધારાસભામાં એશિયન અમેરિકન હિસ્ટ્રી કુરિકુલમ બીલને સ્પોન્સર કર્યું છે. આ બીલને અગાઉ ઈલીનોઈસની સ્ટેટ સેનેટે પસાર કર્યું છે.    
વિલ્લીવાલમની ઓફિસ દ્વારા જણાવાયું હતું કે TEAACH Act બીલ હેઠળ ઈલીનોઈસની પબ્લિક એલીમેન્ટરી અને હાઈ સ્કૂલોએ એશિયન અમેરિકન ઈતિહાસ વિશેના એક પાઠ (યુનિટ) નો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાનો રહેશે. સ્ટેટ સેનેટે આ બીલને ૫૭ વિરુદ્ધ શૂન્યથી સર્વાનુમતે પસાર કર્યું હતું. ટીચીંગ ઈક્વિટેબલ એશિયન અમેરિકન રોમ્યુનિટી હિસ્ટ્રી એક્ટ HB376 આ પ્રકારની જરૂરિયાત સાથેનું દેશનું પ્રથમ રાજ્ય બનશે.
આ બીલ કાયદો બનશે એટલે ૨૦૨૨ – ૨૦૨૩ સ્કૂલ યરની શરૂઆતથી તેનો અમલ થશે અને ટીચર્સ પાંચ કલાકની PBS ડોક્યુમેન્ટરી સીરિઝ અને K – 12 કુરિકુલમનો ઉપયોગ કરશે.  
તે ઈલીનોઈસ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનીઝ અમેરિકન્સને નજરકેદ જેવા એશિયન અમેરિકન ઈતિહાસના મહત્ત્વના વિષયો વિશે શીખે તે સુનિશ્ચિત કરશે.
ઈલીનોઈસ સેનેટમાં પ્રથમ ભારતીય અને એશિયન અમેરિકન સેનેટર રામ વિલ્લીવાલમ અને જેનીફર ગોંગ – ગેર્શોવિત્ઝે ગૃહમાં આ બીલ સ્પોન્સર કર્યું હતું. ગઈ ૧૧ મેએ  સેનેટ એજ્યુકેશન કમિટીએ આ બીલ રજૂ કર્યું હતું.  
વિલ્લીવાલમે જણાવ્યું હતું કે તમામ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓએ હાલ પ્રવર્તતી અસમાનતાને સમજવા માટે વિવિધ સંસ્કૃતિ અને વંશીયતાના લોકોના ઈતિહાસ વિશે શીખવાની જરૂર છે.    
દેશમાં ૨૦૨૦માં એશિયન અમેરિકન્સ સામેના હેટ ક્રાઈમમાં થયેલા વધારાના પ્રતિભાવમાં નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન એશિયન અમેરિકન્સ એડવાન્સીંગ જસ્ટિસ – શિકાગો દ્વારા આ બીલને આંશિક રીતે સ્પોન્સર કરાયું છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter