એશિયન અમેરિકન્સ ડોક્યુમેન્ટરીની પીબોડી એવોર્ડ માટે પસંદગી

Wednesday 14th July 2021 03:13 EDT
 
ન્યૂ યોર્કઃ PBS અને WETA દ્વારા ૨૦૨૦માં નિર્મિત ભારતીય અમેરિકન કોંગ્રેસમેન દલિપસિંઘ સૌંડે અને શીખ અમેરિકન લેખક તથા લેક્ચરર ભગતસિંઘ થીંડની ગાથા અને તેમના યોગદાન પર આધારિત ડોક્યુમેન્ટરી સિરીઝ એશિયન અમેરિકન્સને ડોક્યુમેન્ટરી કેટેગરીમાં પીબોડી એવોર્ડનું સન્માન પ્રાપ્ત થયું છે. પાંચ ભાગની આ સિરીઝ ૩૦જૂનથી PBSની વેબસાઈટ પર જોઈ શકાશે.

સૌંડ ૧૯૫૭માં કોંગ્રેસમાં ચૂંટાનારા પ્રથમ એશિયન અમેરિકન અને ભારતીય અમેરિકન બન્યા હતા અને થીંડ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુએસ આર્મીમાં જોડાનારા પ્રથમ પાઘડીધારી શીખ બન્યા હતા. આ ફિલ્મમાં બન્ને અગ્રણી અને ભૂલાઈ ગયેલા તેમના જેવા લોકોની વાત કરાઈ છે. એશિયન અમેરિકન્સના પ્રતચિનિધિત્વ પર તેની અસર થઈ હતી. આ ફિલ્મ આજના સમયમાં એશિયન અમેરિકનનો અર્થ સમજાવે છે.

WETAના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જેફ બીબરે જણાવ્યું કે એશિયન અમેરિકનની પીબોડી એવોર્ડ માટે પસંદગી થઈ તેનાથી તેઓ ખૂબ ખૂશ છે.  
આ સન્માન ઈક્વાલિટીના સકારાત્ક સંદેશને ફેલાવવા અને એશિયન અમેરિકન કોમ્યુનિટીઝને સમર્થન દર્શાવવા પ્રોત્સાહિત કરે છે.    
ફિલ્મમાં મોટાભાગે અમેરિકાના ઈતિહાસ સાથે સંકળાયેલા એશિયન અમેરિકનોના ૨૫૦ કરતાં વધુ વર્ષના અનુભવો રજૂ કરાયા છે. પાંચ કલાકની ડોક્યુમેન્ટરીમાં સિએરા થઈને ટ્રાન્સકોન્ટિનેન્ટલ રેલરોડના નિર્માણ માટે ટનલ બનાવવાના સૌથી જોખમી કામમાં એશિયન અમેરિકનોની ભૂમિકાની વાત છે.    
એશિયન અમેરિકન દ્વારા બર્થરાઈટ સિટીઝનશીપ મંજૂર કરવા સુપ્રીમ કોર્ટમાં પિટીશન, સ્કૂલમાં રંગભેદ માટેની પિટીશનની વાત કરાઈ છે. ૨૦મી સદી અને ૨૧મી સદીમાં આ ઈતિહાસ આગળ ચાલે છે.  
પ્રોડ્યુસર રેની તજીમા - પેનાએ જણાવ્યું કે એશિયન અમેરિકનોના મુખ્ય વિચાર ઈતિહાસ અને એકતા રહ્યા છે. અમે અમારી વાર્તા અમેરિકામાં ન્યાય અને જાતિના સંદર્ભમાં રહીને કહેવા માગીએ છીએ.  
એશિયન અમેરિકન્સ સિરીઝનું નિર્માણ WETA વોશિંગ્ટન, D C  અને સેન્ટર ફોર એશિયન અમેરિકન મીડિયા ફોર PBS દ્વારા ITVS, Flash Cuts અને   Tajima – Pena Productionsના સહયોગથી કરાયું છે.

એશિયન અમેરિકન્સ ડોક્યુમેન્ટરીની પીબોડી એવોર્ડ માટે પસંદગી (ત્રણ)

comments powered by Disqus

to the free, weekly Gujarat Samachar email newsletter