એસ્સાર ગ્રૂપ યુએસમાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશેઃ 18 બિલિયન ડોલરનું રોકાણ કરશે

Sunday 11th October 2026 12:37 EDT
 
 

વોશિંગ્ટનઃ આયોવામાં ભારતનાં એસ્સાર ગ્રૂપ દ્વારા સાકાર થનારા સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટનું પ્રમુખ ટ્રમ્પના હસ્તે અનાવરણ કરાયું હતું. આ પ્લાન્ટ મેસાબી મેટાલિક્સ દ્વારા સ્થપાશે. 18 બિલિયન ડોલરનાં ખર્ચે સ્થપાનાર પ્લાન્ટની ક્ષમતા વાર્ષિક 10 લાખ ટનની રહેશે અને દેશમાં નવી રોજગારીનું સર્જન કરશે. ટ્રમ્પની ઓવલ ઓફિસમાં એસ્સાર ગ્રૂપનાં સહ સ્થાપક રવિ રુઈયા અને તેમનાં પુત્ર રેવંત રુઈયા દ્વારા આ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ હતી. 2030 સુધીમાં આ પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કરાશે. પ્લાન્ટ શરૂ થયા પછી અમેરિકાનાં આયોવા રાજ્યમાં 1750 કાયમી રોજગારીનું સર્જન થશે. મેસાબી મેટાલિક્સ એ મિનેસોટા ખાતેની ભારતની એસ્સાર ગ્રુપની માલિકીની કંપની છે. આ પ્લાન્ટ માટે જરૂરી આયર્ન ઓર મિનેસોટા ખાતેની નવી ખાણમાંથી મેળવાશે. કંપનીએ આ ખાણકામ માટે રૂ. 2.5બિલિયનનું રોકાણ કર્યું છે. આ ખાણમાંથી વર્ષે 7.5 લાખ ટન આયર્ન ઓર મેળવાશે. આથી રાજ્યમાં 350 નવી રોજગારીનું સર્જન થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter