ઓબામાના નવા વિમાન માટે રૂ. ૧૮૮ અબજનો ખર્ચ થશે

Thursday 02nd April 2015 05:34 EDT
 

અમેરિકન પ્રમુખ બરાક ઓબામા માટે નવા મોંઘા વિમાન ખરીદવા માટે વિચારણા ચાલી રહી છે. અમેરિકન પ્રમુખ માટે સત્તાવાર વિમાન એવા બે બોઈંગ-૪૭૪ છેક ૧૯૯૧થી સર્વિસમાં છે, એટલે હવે અમેરિકન સૈન્યને લાગી રહ્યું છે કે આ વિમાન ઘણા જુના છે એટલે તેને બદલવાનો સમય આવી ગયો છે. અમેરિકાનું પેન્ટાગોન ખાતેનું મિલિટરી હેડક્વાર્ટર અધધધ કહી શકાય તેવા રૂ.૧૮૮ અબજ ખર્ચ આ વિમાન માટે કરશે. આ માટે બોઈંગ કંપની સાથે જ કરાર કરવામાં આવી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter