ઓર્લેન્ડોમાં ફાયરિંગ હુમલાખોર સહિત પાંચનાં મોત

Thursday 08th June 2017 02:46 EDT
 
 

ઓર્લેન્ડોઃ ફ્લોરિડાના ઓર્લેન્ડોમાં એક ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં માનસિક વિચલિત કર્મચારીએ ગોળીબાર કરતાં હુમલાખોર સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઓરેન્જ કાઉન્ટી પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ કરાઈ રહી છે. પોલીસે જણાવ્યું કે, શૂટરને ઠાર કરાયો છે. ઓરેન્જ કાઉન્ટી શેરીફે જણાવ્યું કે, માનસિક રીતે વિકૃત કર્મચારી દ્વારા ફાયરિંગ થયું હતું. તેને ઠાર કરી દેવાયો છે.

આતંકવાદી હુમલો નહીં

ઓરેન્જ કાઉન્ટી શેરીફે જણાવ્યું કે, આ આતંકવાદી હુમલો નહોતો અને ઘટનામાં ક્યાંય આતંકવાદીઓની સંડોવણી હોય તેમ જણાતું નથી. પોલીસના મતે જૂના કર્મચારી દ્વારા અથવા તો માનસિક રીતે વિચલિત કર્મચારી દ્વારા આ હુમલો કરાયો હોવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter