ઓસામાનો પુત્ર હમજા ઠાર મરાયો

Wednesday 18th September 2019 08:17 EDT
 

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એવું કહ્યું છે કે ૧૫મીએ અલકાયદાનો વડો બનેલો ઓસામા-બિન લાદેનનો પુત્ર હમજા ઠાર મરાયો છે. અફઘાનિસ્તાનમાં અમેરિકી હુમલામાં તેનું મોત થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું હતું કે, આતંકી હમજાના મોતથી અલકાયદાને મોટો ફટકો પડ્યો છે. જોકે પહેલીવાર એવું બન્યું નથી કે હમજાના મોતના સમાચાર આવ્યા હોય.
આ અગાઉ પણ ઘણી વખત એવો દાવો કરાયો હતો કે ઓસામા બિન લાદેનનો પુત્ર મરી ચૂક્યો છે. ચાલુ વર્ષના માર્ચ મહિનામાં અમેરિકાએ હમજાનું ઠેકાણું જણાવનારને ૧૦ લાખ ડોલર આપવાની જાહેરાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter