ઓસ્કર ઔચિત્ય ચૂક્યુંઃ લત્તા મંગેશકર અને દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ ના અપાતા ફેન્સ નારાજ

Friday 01st April 2022 17:19 EDT
 
 

નવી દિલ્હીઃ ઓસ્કર ૨૦૨૨ના મેમોરિયમ સેક્શનમાં વિશ્વભરના એ કલાકારો અને ફિલ્મ મેકર્સને શ્રદ્ધાંજલિ અપાઇ હતી જેઓ આ ફાનિ દુનિયા છોડી ગયા છે.
વીતેલા વર્ષમાં વિશ્વને અલવિદા કહી ચૂકેલા આવા કલાકારોમાં સિડની પોઇટિયર, બેટી વ્હાઈચ, ઇવાન રેઇટમેન અને સ્ટિફન સોન્ધેઇમનો સમાવેશ થયો છે. જોકે આ સેગમેન્ટમાં ક્યાંય પણ વિશ્વપ્રસિદ્ધ દિવંગત ભારતીય સિંગર લતા મંગેશકર કે એક્ટર દિલીપકુમારનો ઉલ્લેખ કરાયો નહોતો. નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા તરીકે વિશ્વપ્રસિદ્ધ લતાજીનું નિધન તો તાજેતરમાં જ થયું છે તેમ છતાં ઓસ્કર આયોજકોએ તેમને યાદ કરવાની તસ્દી લીધી ન હતી. આ બે મહાન ભારતીય કલાકારોને ઓસ્કર સમારોહમાં યાદ ના કરાતા સોશિયલ મીડિયા પર ભારતીય ફેન્સે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. ટ્વિટર પર ફેન્સે લખ્યું હતું કે ઓસ્કરના બધા જ ગીતનો સરવાળો થતો હશે તેનાથી પણ વધુ ગીતો લતા મંગેશકરે ગાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter