કરોડો ડોલરની પોન્ઝી સ્કીમમાં ભારતીય દોષિત

Friday 22nd March 2024 04:18 EDT
 
 

વોશિંગ્ટનઃ પોન્ઝી સ્કિમમાં ગ્રાન્ડ જ્યુરીએ એક ભારતીય અમેરિકનને દોષિત ઠેરવ્યો છે અને એફબીઆઈએ ટેક્સાસમાં રોકાણ સલાહકારે આચરેલી છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને આગળ આવવાની અપીલ કરી છે. કોર્ટે 36 વર્ષના સિદ્ધાર્થ જવાહરને સજા સંભળાવવામાં ન આવે ત્યાં સુધી જેલમાં રાખવાનો આદેશ આપ્યો છે. જવાહર પર કરોડો ડોલરની પોન્ઝી યોજના ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
જવાહરે જુલાઈ 2016થી ડિસેમ્બર 2023 સુધીમાં રોકાણકારો પાસેથી 3.5 કરોડ ડોલરથી વધુ રકમ એકત્ર કરી હતી પણ કંપનીઓમાં ફક્ત એક કરોડ ડોલરનું જ રોકાણ કર્યું હતું. જવાહરે નવા રોકાણકારો પાસેથી લીધેલા નાણાંનો ઉપયોગ જૂના રોકાણકારોને નાણાં ચૂકવવા તથા એક અસામાન્ય જીવનશૈલીવાળું જીવન જીવવા માટે કર્યો હતો. જેમાં ખાનગી વિમાનોમાં મુસાફરી, લક્ઝરી હોટેલોમાં રોકાણ વગેરે સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter