વ્યથિત હિંદુઓએ ભૂતપૂર્વ બ્યૂટી ક્વિન અને ફિલિપીનો-જર્મન મ્યુઝિશિયન ઈમેલ્ડા બૌટિસ્ટા સ્વેહાર્ટને તેમના આલ્બમ “Fuccboi”નું હિંદુ દેવી કાલિકાનું નિરુપણ કરતું કવર હટાવી લેવા અને માફી માગવા અનુરોધ કર્યો હતો. હિંદુઓએ તે કવરને ખૂબ અયોગ્ય ગણાવ્યું હતું.
હિંદુ રાજનેતા રાજન ઝેડે અમેરિકાના નેવાડામાં નિવેદનમાં જણાવ્યું હતું કે હિંદુ ધર્મમાં કાલી દેવી ખૂબ પૂજનીય છે. હિંદુ રાજનેતા રાજન ઝેડે નેવાડા (અમેરિકા)માં એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેવી કાલી હિંદુ ધર્મમાં ખૂબ પૂજનીય છે. તેઓ મંદિરો અથવા ઘરના પૂજાસ્થાનમાં પૂજવા લાયક છે. તેમનો ઉપયોગ આલ્બમ વેચવા માટે કરી શકાય નહીં. હિંદુ ધર્મગ્રંથો અથવા દેવી-દેવતાઓ અથવા પ્રતીકોનો અયોગ્ય ઉપયોગ કોમર્શિયલ અથવા અન્ય હેતુસર થાય તે યોગ્ય નથી કારણ કે તેનાથી હિંદુઓની લાગણી દુભાય છે.
યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઝમના પ્રમુખ ઝેડે ઉમેર્યું હતું કે હિંદુ ધર્મ સૌથી પ્રાચીન ધર્મો પૈકીનો એક ધર્મ છે અને વિશ્વભરમાં તેના ૧.૨ બિલિયન જેટલા અનુયાયી છે. હિંદુ ધર્મમાં તત્ત્વચિંતનના સમૃદ્ધ વિચારો છે. તેને નજરઅંદાજ કરી શકાય નહીં. નાના અથવા મોટા કોઈ પણ ધર્મના પ્રતીકોનો દુરુપયોગ કરી શકાય નહીં.કાલી દેવી શક્તિ અથવા દિવ્ય ઉર્જાનું પ્રતીક છે. હિંદુ ધર્મમાં તેમની વ્યાપક પૂજા થાય છે. તેમને કાળ અને પરિવર્તનના દેવી ગણવામાં આવે છે. કેટલાંક બંગાળી કવિઓએ તેમને સર્વોચ્ચ દેવી ગણાવ્યા છે.
ઝેડે ઉમેર્યું હતું કે આ પ્રકારે હિંદુ દેવી દેવતાનું મહત્ત્વ ઓછું થતા હિંદુઓની લાગણી દુભાય છે. હિંદુઓ કલાત્મક અભિવ્યક્તિ અને વક્તવ્યમાં અન્ય જેટલાં જ મુક્ત છે. પરંતુ, ધર્મ પવિત્ર છે અને તેનું મહત્ત્વ ઓછું કરવાના પ્રયાસોથી હિંદુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે છે.