કેઇર્નની અરજી રદ કરવા એર ઇન્ડિયાની રજૂઆત

Wednesday 01st September 2021 06:48 EDT
 
 

ન્યૂયોર્કઃ એર ઇન્ડિયાએ બ્રિટનની કેઇર્ન એનર્જી કંપની દ્વારા તેની એસેટ્સ જપ્ત કરવા માટે ન્યૂયોર્કની કોર્ટમાં કરેલી અરજી રદ કરવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે. ભારત સરકાર પાસેથી ૧.૨ બિલિયન ડોલરની વસૂલી માટે કેઈર્ન એનર્જી કંપનીને લવાદ કોર્ટ તરફથી આદેશ મળેલા છે. આ કેસમાં એર ઇન્ડિયાએ ભારત સરકારની અરજી ઉપરાંત કરેલી અરજીમાં રજૂઆત કરી હતી કે કેઇર્ન કંપનીની અરજી વહેલાસરની છે, કારણ કે લવાદે આપેલા આદેશ વિરુદ્ધ થયેલી અપીલનો નિકાલ હજુ બાકી છે.




to the free, weekly Gujarat Samachar email newsletter

We use cookies to help deliver our website. By using this website you agree to our use.Learn moreGot it