વોશિંગ્ટનઃ પ્રમુખ ટ્રમ્પે કેનેડાને ધમકી આપી છે કે જો તે ચીન સાથે ટ્રેડ ડીલ કરશે તો અમેરિકા તેની તમામ એક્સપોર્ટ પર 100 ટકા ટેરિફ લાદશે. ટ્રમ્પના આ નિવેદન બાદ બંને દેશ વચ્ચે ફરી વાર તંગદિલી વધી છે. ટ્રમ્પે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નિને ગર્વનર તરીકે સંબોધતાં કહ્યું હતું કે ચીનને ઈલેક્ટ્રોનિક વાહનોની નિકાસ વધારવાની મંજૂરી આપીને કેનેડાએ બહુ મોટી ભૂલ કરી છે. ટ્રમ્પે કેનેડાની મજાક ઉડાવતા કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બની જાય. ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે ચીન કેનેડાને જીવતું ખાઈ જશે, તેને આખેને આખું ગળી જશે, જેમાં તેના બિઝનેસ, સામાજિક તાણાં વાણાં અને સામાન્ય જીવનકલીનો વિનાશ પણ સામેલ છે.
જો કેનેડા ચીન સાથે કોઈ ડીલ કરશે, અમેરિકામાં આવનારા તમામ કેનેડિયન સામાન અને પ્રોડક્ટ્સ પર તરત જ 100 ટકા ટેરિફ લાદી દેવાશે.


