કેનેડાની સૌથી મોટી ટેલિકોમ કંપનીનો પારિવારિક વિખવાદ કોર્ટ પહોંચ્યો

Wednesday 03rd November 2021 07:51 EDT
 
 

ઓટ્ટાવાઃ કેનેડાની સૌથી મોટી ટેલિકોમ કંપની રોજર્સ કોમ્યુનિકેશન્સ પર નિયંત્રણ મેળવવા માટેનો પારિવારિક વિખવાદ ખૂબ વધી જતાં એડવર્ડ રોજર્સે પોતે ફરીથી રચેલા બોર્ડને મંજૂરી આપવા કોર્ટમાં કરેલી પિટિશનના પગલાંને તેમની માતા અને બહેનોએ કોર્ટમાં પડકાર્યું હતું.
કંપનીના સ્થાપક સ્વ, ટેડ રોજર્સના પુત્ર એડવર્ડ રોજર્સે ગયા સપ્ટેમ્બરમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જો નાતાલેને હટાવવાનો પ્રયત્ન કર્યા પછી કંપનીનું નેતૃત્વ સંભાળવાની બાબતે માતા અને બે બહેનો સાથે વિખવાદ ચાલે છે. તેના પરિણામે એડવર્ડ રોજર્સને ગયા અઠવાડિયે કંપનીના ચેરમેનપદેથી હટાવી દેવાયા હતા. કંપનીમાં વોટિંગ શેરોના બહુમતી હિસ્સાની માલિકી ધરાવતા પારિવારિક માલિકીના રોજર્સ કન્ટ્રોલ ટ્રસ્ટ (RCI)ના ચેરમેન તરીકેના પોતાના હોદ્દાનો ઉપયોગ કરીને નવા બોર્ડની રચના કરતા બોર્ડે તેમને ફરીથી ચેરમેન તરીકે માન્યતા આપી હતી.
RCIએ આ પગલાંની કાયદેસરતાને પડકારી હતી અને હવે આ મામલે કોર્ટમાં નિર્ણય લેવાશે.
તેમન માતા અને બે બહેનો સાથેનું અગાઉના બોર્ડે બોર્ડના સભ્ય જહોન મેકડોનાલ્ડને ચેરમેન બનાવ્યા હતા અને નાતાલેને સમર્થન આપ્યું હતું. તેને લીધે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે એડવર્ડ રોજર્સ અને મેકડોનાલ્ડ બન્ને ચેરમેન હોવાનો દાવો કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter