કેનેડામાં કોરોના પ્રતિબંધો સામેનું વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું

Friday 06th May 2022 08:50 EDT
 
 

ટોરન્ટો: કેનેડાના ઓટાવામાં કોવિડ-19 પ્રતિબંધોનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે શનિવારે ઘર્ષણ થયું હતું અને આ દરમિયાન અસંખ્ય લોકોને પોલીસે પકડી લીધા હતાં.
કોરોના પ્રતિબંધો સામે અવાજ ઉઠાવનારા જૂથ ફ્રિડમ ફાઇટર્સ કેનેડા તરફથી રોલિંગ થંડર નામની રેલી યોજવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે શરૂઆતમાં વિરોધ શાંતિપૂર્ણ હતો પણ પછી મોડેથી લોકોએ ટ્રકમાં બેસીને પાર્લામેન્ટ હીલ તરફ જવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે રેલીમાં સામેલ વાહનોને યુદ્ધ સ્મારક તથા સંસદના ક્ષેત્રમાં જવાની અનુમતિ આપવામાં આવી નથી. આશ્ચર્યની બાબત એ છે કે રોલિંગ થંડર સમૂહ કયા કારણોસર રેલી કરી રહ્યા છે તે અંગે જ સ્પષ્ટ નથી. તેઓ તો ફક્ત એમ કહી રહ્યા છે કે તેઓ સ્વતંત્રતાને શાંતપૂર્વક ઊજવવા માટે ઓટાવા પહોંચશે. રેલીના આયોજક નીલ શોર્ડે કહ્યું હતું કે તેઓ નાકાબંધીનું સમર્થન કરતાં નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter