કેનેડામાં દેખાવકારો બ્રિજ પરથી ખસ્યા પણ ઓટાવા હજુ બાનમાં

Tuesday 15th February 2022 15:30 EST
 

ઓટાવાઃ કેનેડા પોલીસે કોરોના પ્રતિબંધો વિરુદ્ધ દેખાવો કરી રહેલા ટ્રક ડ્રાઈવરોને એમ્બેસેડર બ્રિજ પરથી હટાવી દીધા હતા. આ બ્રિજ કેનેડાને અમેરિકાથી જોડે છે. તેના પર વાહનોની અવર - જવર શરૂ થઈ હતી. જોકે, રાજધાની ઓટાવા હજુ પણ દેખાવકારોના કબજા હેઠળ છે. દેખાવકારો તેમની માગને લઈને સંસદના ક્ષેત્રથી લઈને સમગ્ર શહેરમાં અડગ છે.
દરમિયાન, ન્યૂઝીલેન્ડમાં પણ કોરોના પ્રતિબંધો વિરુદ્ધ દેખાવકારોએ પાર્લામેન્ટ સામે ટેન્ટ બાંધી દીધા છે. તેઓ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનો પણ વિરોધ કરી રહ્યા છે.
અગાઉ, ઓન્ટારિયોની સુપિરિયર કોર્ટના ચીફ જસ્ટિસ જ્યોફ્રી મોરાવેત્ઝે કેનેડાના વિન્ડસર અને યુએસના ડેટ્રોઇટ શહેરને જોડતાં વિન્ડસરના એમ્બેસેડર બ્રિજ પર ચાલી રહેલા ઘેરાવનો અંત લાવવા આદેશ આપ્યો હતો. દેખાવકારોએ આ બ્રિજ બંધ કરતાં બંને દેશોના ઓટો ઉદ્યોગને ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી હતી.
ચીફ જસ્ટિસે સાડા ચાર કલાકની વર્ચ્યુઅલ સુનાવણી પછી દેખાવકારોને સાંજે દેખાવો સમેટીને રવાના થઇ જવાનો આદેશ આપ્યો હતો. વિન્ડસર પોલીસે તરત જ ચેતવણી જારી કરી હતી કે જે લોકો રસ્તો રોકશે તેમની ધરપકડ કરાશે અને તેનું વાહન જપ્ત કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter