કેનેડામાં મર્સી કિલિંગ માટે કાયદાની મંજૂરીઃ

Friday 13th February 2015 07:11 EST
 

કેનેડાની સુપ્રીમ કોર્ટે ડોક્ટરની મદદ દ્વારા થતી આત્મહત્યા પર મૂકાયેલો પ્રતિબંધ હટાવ્યો છે, અને હવે ડોક્ટરની મદદ સાથે કેનેડામાં મર્સી કિલિંગ માટે મંજૂરી આપવામાં આવી છે. કેનેડાની સુપ્રીમ કોર્ટે ૧૯૯૩માં આ પ્રકારની આત્મહત્યા પર પ્રતિબંધ મુક્યો હતો અને હવે એક મતથી આ પ્રતિબંધને હટાવવામાં આવ્યો છે. કેનેડા એવા ચુનંદા પશ્ચિમ પ્રદેશોમાં સામેલ છે, જ્યાં આ પ્રકારની મર્સી કિલિંગ પ્રેક્ટિસ કાનૂની રીતે માન્ય છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ગંભીર અને નાઇલાજ બીમારીથી પીડિત વરિષ્ઠ નાગરિકો માટે મર્સી કિલિંગની મંજૂરી આપવામાં આવશે, પછી સમસ્યા શારીરિક હોય કે માનસિક. આ નિર્ણયનો ૧૨ મહિનામાં અમલ થશે.

અમેરિકાના ભારતીયોની મોદી પાસે પાસપોર્ટ માટે માગણીઃ અમેરિકામાં ગેરકાયદે વસી રહેલા અંદાજે સાડા ચાર લાખ ભારતીયોએ મોદી સરકારને તેમના પાસપોર્ટ સહિત કાયદેસરના દસ્તાવેજ આપવા વિનંતી કરી છે. જો તેમની માગ સ્વીકારાશે તો અમેરિકામાં વસતા હજારો ગુજરાતીઓને પણ ફાયદો થશે. મોદી-ઓબામા વચ્ચેની નવી મિત્રતાના નવા આયામને ટાંકતાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્રો પાઠવ્યા છે.

ટેક્સાસમાં એક શીખ પોલીસને પાઘડી પહેરવાની મંજૂરીઃ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ભારતીય મૂળના એક શીખ પોલીસ અધિકારીને પાઘડી પહેરવા અને દાઢી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આવી છૂટ મેળવનાર પેટ્રોલ ડેપ્યુટી સંદીપસિંહ ઘાલીવાલ ટેક્સાસ રાજ્યના પ્રથમ પોલીસ અધિકારી બની ગયા છે.

અમેરિકામાં માત્ર મહિલાઓ માટે પ્રથમ મસ્જિદઃ લોસ એન્જલસના બહારના વિસ્તારોમાં એક એવી મસ્જિદ છે જેમાં પુરૂષનોને પ્રવેશ અપાતો નથી. અમેરિકામાં તે સંભવત: આવી પ્રથમ જ મસ્જિદ છે. પ્રારંભિક નમાઝ માટે શુક્રવારે આ મસ્જિદમાં ૧૦૦ મહિલાઓ એકત્ર થઈ હતી. જેનો ઉદ્દેશ એક એવા સ્થાન પર મુસ્લિમ મહિલાઓને એકત્ર કરવાનો છે જ્યાં તેઓ શિક્ષણ મેળવે અને અન્ય સ્ત્રીઓ સાથે જોડાઈ શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter