કેલિફોર્નિયાના જંગલની આગ ૨.૩ લાખ એકરમાં ફેલાઈ

Thursday 14th December 2017 02:02 EST
 
 

લોસ એન્જલસઃ અમેરિકામાં કેલિફોર્નિયાના જંગલોમાં એક સપ્તાહ પહેલાં લાગેલી વિનાશક આગનો ઘેરાવો સતત વધી રહ્યો છે. આગની જ્વાળાએ ૨.૩૦ લાખ એકરના જંગલોને ઝપેટમાં લીધાં છે. આ વિસ્તારનું ક્ષેત્રફળ ન્યૂ યોર્ક શહેરથી પણ મોટું છે. ચાર ડિસેમ્બરે વેન્ટુરા અને સેન્ટ પોલ વિસ્તારમાં લાગેલી આ આગ ૫૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતી હવાઓના કારણે ઝડપથી ફેલાઈ રહી છે. તેની લપેટમાં અત્યાર સુધીમાં સેન્ટા બારબરા કાઉન્ટીના તટવર્તી વિસ્તારો પણ આવી ગયા છે. ત્યાં લોકોને ઘર ખાલી કરવા જણાવી દેવાયું છે. ભીષણ સ્થિતિના કારણે પ્રાંતમાં પહેલેથી જ ઇમર્જન્સી લાગી ચૂકી છે. રાજ્યના ઇતિહાસમાં ૧૯૩૨ બાદથી આ ૫મી વખત સૌથી ભીષણ આગ લાગી છે. ત્યારે ૨.૨ લાખ એકર જંગલ રાખ થઈ ગયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter