અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં ભીષણ આગ ફાટી નીકળતાં નદીકિનારાના વિસ્તારોમાં વસતાં ૮૦૦૦ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાવાની ફરજ પડી છે. સ્થાનિક સત્તાવાળાએ જણાવ્યા મુજબ આગની જ્વાળાઓ બેકાબૂ થઇને ૧૨ હજાર એકર વિસ્તારમાં ફરી વળી છે. સ્થાનિકોએ તેને એપલ ફાયર નામ આપ્યું છે. વિવિધ સ્થાને નાના વિસ્તારમાં લાગેલી આગ ફેલાઈ જતાં ભીષણ જ્વાળાઓ બધું ભરખી રહી છે.