કેલિફોર્નિયાની નેપા કાઉન્ટીમાં ફાટી નીકળેલી પિકેટ ફાયર પર કાબૂ મેળવવા 1200 ફાયર ફાઈટર્સ ઝઝૂમી રહ્યા છે. હેલિકોપ્ટર્સની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ હજુ બહુ થોડા વિસ્તાર પર નિયંત્રણ મેળવી શકાયું છે. દાવાનળના કારણે વિસ્તારમાં આવેલા મકાનો અને વાઈનયાર્ડ્સ પર ખતરો સર્જાયો છે. રહેવાસીઓનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે. નોંધનીય છે કે, શનિવારે આગ 1800 એકરથી વધીને 6531 એકરમાં ફેલાઈ ગઈ હતી.