કેલિફોર્નિયામાં જોવા મળી સ્ટ્રોબેરી સ્કિવડ ફિશ

Monday 25th April 2022 07:32 EDT
 
 

સેક્રામેન્ટોઃ કેલિફોર્નિયાના દરિયાકિનારાના ટ્વિલાઈટ ઝોન તરીકે જાણીતા વિસ્તારમાં અનોખી કહી શકાય તેવી સ્ટ્રોબેરી સ્કિવડ ફિશ નજરે પડી છે. આમાંથી એક બ્લુ આઈવાળી છે તો બીજી મોટી અને લીલા રંગની છે. મરિન સાયન્ટિસ્ટને મોસ લેન્ડિંગ ખાતે મોન્ટેરીની ખાડીમાં 2,378 ફૂટની ઊંડાઈએ આ સ્ટ્રોબેરી સ્કિવડ ફિશ મળી આવી છે. આ સમુદ્ર તેની ઊંડાઈના લીધે ટ્વિલાઈટ ઝોન તરીકે જાણીતો છે. અહીં અત્યંત ઊંડે દરિયાઈ જીવો જીવી શકે તેટલો પ્રકાશ પણ જતો નથી. હિસ્ટિયોટ્યુથિસ હીટરોપ્સિસ નામ ધરાવતી આ માછલીને સ્ટ્રોબેરી સ્કિવડ કહેવા પાછળનું કારણ છે રેડ પિગમેન્ટેશન અને ફોટોફોર્સની હાજરી છે. તેના શરીરના અંગો પર લ્યુમિનયસ સ્પોટ છે, જેના લીધે તે બિલ્કુલ સ્ટ્રોબેરી જેવી લાગે છે. ડીપ સીના અન્ય પ્રાણીઓના જેમ સ્ટ્રોબેરી સ્કિવડ બ્રાઈટ રેડ છે, પરંતુ તેની લાલ લાઈટ દરિયામાં ઊંડે સુધી જતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter