કેલિફોર્નિયામાં ભારતીય અમેરિકન શેફ ડોમિનિક સરકારની હત્યા

Tuesday 15th February 2022 15:32 EST
 
 

આલામેડા (CA)ઃ ૨૦૧૮માં બે એરિયાના જાણીતા શેફ ૫૬ વર્ષીય ડોમિનિક સરકાર તેમના ફ્રીમોન્ટ ખાતેના ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. ગઈ ૭ ફેબ્રુઆરીએ જ્યૂરીએ ખાસ સંજોગોમાં તેમની ફર્સ્ટ ડિગ્રી હત્યા કરવા બદલ મારવેલ સાલ્વન્ટ અને મારિયા મૂરને દોષી ઠેરવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં હત્યાના દિવસે સાલ્વન્ટનું વ્હીકલ સરકારના ઘર પાસે રસ્તો રોકીને ઉભું જણાયું હતું. તે પછી એક પુરુષ બાઈસિકલ પર સરકારના ઘર તરફ જતો દેખાયો હતો. હત્યાની મિનિટો પછી તે જ પુરુષ તેના વાહન તરફ પાછો ફરતો દેખાયો હતો.
સરકારના મૃત્યુના સંજોગોમાં તેના લાઈફ ઈન્સ્યુરન્સના બેનિફિટના ૫૯૧,૩૭૦ પાઉન્ડ (૮૦૦,૦૦૦ ડોલર) મેળવવા માટે મૂરે સાલ્વન્ટ સાથે મળીને કાવતરું રચ્યું હતું. સાલ્વન્ટે વ્યક્તિગત અને ઈરાદાપૂર્વક ફાયરઆર્મનો ઉપયોગ કર્યો હતો. મૂરે પોલીસને જણાવ્યું કે તેને સરકાર સાથે જાતીય સંબંધ હતો અને તે ઈન્સ્યુરન્સ પોલીસીની બેનિફિસીયરી હતી. પહેલા તેની નોંધણી તેના ડોમેસ્ટિક પાર્ટનર અને તેની બે પુત્રીઓની નોંધણી કન્ટિન્જન્ટ બેનિફિસીયરી તરીકે કરાવી હતી. ૨૦૧૬માં તેમાં ફેરફાર કરાયો અને સરકારની પુત્રીઓનું નામ કાઢીને મૂરના પુત્રનું નામ કન્ટિન્જન્ટ બેનિફિસીયરી તરીકે રખાવ્યું હતું.
૨૦૧૭માં સરકારે વધારાની ૩૦૦,૦૦૦ ડોલરની લાઈફ ઈન્સ્યુરન્સ પોલીસી ખરીદી અને તેમની પુત્રીઓેને સોલ બેનિફિસીયરી રાખી હતી. પાછળથી તે પોલીસીમાં પણ ફેરફાર કરાયો અને સરકારની પુત્રીઓના સ્થાને મૂરને જ સોલ બેનિફિસીયરી રખાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter