કેલિફોર્નિયામાં ભારતીય સ્ટોર્સ માલિક પર લોકડાઉનમાં નફાખોરીનો આરોપ

Tuesday 12th May 2020 15:52 EDT
 

વોશિંગ્ટનઃ કેલિફોર્નિયામાં ગ્રાહકોએ એક જાણીતી ભારતીય અમેરિકન ગ્રોસરી સ્ટોર્સના માલિક પર કોરોના મહામારી દરમિયાન વસ્તુઓ ૨૦૦ ટકા વધારે ભાવથી વેચવાનો આરોપ મૂક્યો છે. ગ્રાહકોની ફરિયાદના આધારે અલામેડા કાઉન્ટી કોર્ટે આ કેસમાં તપાસનો આદેશ આપ્યો હતો. કોર્ટની તપાસમાં જાણવા મળ્યું છે કે, કેલિફોર્નિયાના પ્લેસાન્ટોનમાં આવેલા જાણીતા અપના બજારના માલિક રાજવિન્દર સિંહે ૪ માર્ચ પછી પોતાના સ્ટોર્સમાં ઉપલબ્ધ વસ્તુઓના ભાવ વધારી દીધા હતાં. ગ્રાહકોએ આપેલા બિલને આધારે કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે તેમણે પોતાની વસ્તુઓના ભાવમાં ૧૦ ટકાથી લઇને ૨૦૦ ટકા સુધીનો વધારો કર્યો હતો. 

કેલિફોર્નિયા એટર્ની જનરલ ઝેવિયર બેસેરા અને અલામેડા કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની નેન્સી ઓ મેલેનાએ જણાવ્યું છે કે સ્ટોર્સન માલિકે ઇમરજન્સીના સમયમાં કરેલા ભાવવધારાને ગંભીરતાથી લીધો છે. અમેરિકાના કાયદા અનુસાર રાજવિન્દર સિંહ પર ૧૦,૦૦૦ ડોલરનો દંડ અને એક વર્ષ સુધીની જેલ થઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter