કેલિફોર્નિયામાં સર્જાયો જવલ્લે જ જોવા મળતો ફાયર્નેડો

Sunday 02nd August 2020 06:45 EDT
 
 

૨૦૨૦નું વર્તમાન વર્ષ માનવજીવને કુદરતના વિકરાળ સ્વરૂપનાં દર્શન કરાવી રહ્યું છે. વર્ષના પ્રારંભથી જ જળ - સ્થળ - વાયુ - નભ એમ ચોમેરથી એક પછી એક આફત વરસી રહી છે. બાકી હતું તે કોરોના મહામારી પણ આવી ગઇ. આખી દુનિયામાં તાળાબંધી કરાવી દેનાર આ બીમારી ક્યાંથી ઉદ્ભવી છે અને તેનો અંત ક્યારે આવશે તે કોઇ જાણતું નથી. જોકે આજે વાત કરવી છે આસમાની આફત ગણાતા ફાયર્નેડોની. આપણે સામાન્યપણે ટોર્નેડો - ચક્રવાતથી પરિચિત છીએ. ટોર્નેડોમાં પ્રચંડ વેગથી ઘૂમરાતી હવા વ્યાપક વિનાશ વેરતી હોય છે, પરંતુ ફાયર અને ટોર્નેડોના સમન્વયથી આકાર લેતો ફાયર્નેડો ભાગ્યે જ જોવા મળતું કુદરતનું એક વિકરાળ સ્વરૂપ છે. અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટની વનરાજીમાં ફાટી નીકળેલાં દાવાનળમાં ૯૪૨૦ એકરમાં પથરાયેલાં જંગલો રાખનો ઢગલો બની ગયાં અને સાથે આગનું પ્રચંડ સ્વરૂપ ફાયર્નેડો સ્વરૂપે આખી રાત તાંડવ મચાવતું રહ્યું હતું. આભને આંબી રહેલી ફાયર્નેડોમાં સપડાયેલી જ્વાળાઓને માઈલો દૂર રહેતા લોકોને ભયભીત કરી મૂક્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter