કેલિફોર્નિયામાં ૪૮ કલાકમાં આગ દસ ગણી વધી

Tuesday 24th August 2021 16:25 EDT
 

લોસ એન્જલસઃ કેલિફોર્નિયામાં ફાટી નીકળેલી ભીષણ આગ અંદાજે ૬૫ હજાર એકરમાં ફેલાઈ જતાં દહેશતનો માહોલ સર્જાયો છે. આગને કાબૂમાં લેવા માટે ૭૦૦ જેટલાં ફાયર ફાઈટર્સ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. કેલિફોર્નિયાના ફોરેસ્ટ એન્ડ ફાયર પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવાયું હતું કે આગને લીધે જંગલમાં આવેલા ૮૬ સ્ટ્રક્ચર બળીને ખાક થઈ ગયા છે. જંગલ વિસ્તારમાં રહેતા ૨૫ હજાર લોકોને સલામત બહાર કઢાયા હતા. પરંતુ. અસંખ્ય સજીવો બળીને ખાક થઈ ચૂક્યા છે.

સરકારી વિભાગના આંકડા પ્રમાણે ૭૦૦ ફાયર ફાઈટર્સ આગને કાબૂમાં લેવા માટે દિવસ-રાત મથી રહ્યા છે, પરંતુ આગ ઝડપભેર ફેલાઈ રહી છે. જો આગ સમયસર કાબૂમાં નહીં આવે તો સાત હજાર મકાનો બળી જશે એવી ચિંતા વ્યક્ત કરાઈ હતી. કેલિફોર્નિયાના ઈતિહાસમાં આ જંગલની સૌથી ભયાનક આગ છે. આ આગ ૬૦ હજાર એકર કરતા વધુ વિસ્તારમાં માત્ર બે જ દિવસમાં ફેલાઈ ચૂકી છે. ફાયર સેફ્ટી વિભાગે જંગલની આસપાસનો ૧૫ કિલોમીટર વિસ્તાર ખાલી કરાવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter