કેસોની પતાવટ પેટેપ્રાઈમ હેલ્થકેર ૩૭.૫ મિલિયન ડોલર ચૂકવશે

Wednesday 28th July 2021 03:16 EDT
 

સાન ફ્રાન્સિસ્કોઃ કથિત લાંચના દાવાઓના સેટલમેન્ટ પેટે સધર્ન કેલિફોર્નિયા સ્થિત પ્રાઈમ હેલ્થ કેર સર્વિસ અને તેના બે ડોક્ટરો પ્રાઈમ હેલ્થ કેર અને બે ડોક્ટરો ૩૭.૫ મિલિયન ડોલર ચૂકવશે. વ્હીસલબ્લોઅરે કરેલા કેસોની પતાવટ પેટે તેઓ આ રકમ ચૂકવશે. કેસમાં દાવો કરાયો છે કે હોસ્પિટલ સિસ્ટમે એક ફિઝિશિયનને લાંચ ચૂકવીને તે લાંચની રકમ કરતાં વધુ સમય માટે તેની પ્રેક્ટિસ ખરીદી હતી. પ્રાઈમ હેલ્થ કેર ફોલ્સ ક્લેઈ્મ્સ એક્ટના કથિત ભંગના ઉકેલ માટે ફેડરલ અને સ્ટેટ પ્રોસિક્યુટરો સાથે સેટલમેન્ટ કર્યું હોવાનું યુ.એસ એટર્ની ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ સમજૂતી દ્વારા પ્રાઈમ હેલ્થ કેર અને તેના ફાઉન્ડર ડોક્ટર પ્રેમ રેડ્ડીએ ડોક્ટર શિવા અરુણાસલમની ફિઝિશિયન પ્રેક્ટિસ ખરીદવા માટે ઓવરપેઈડ એટલે કે વધુ પડતી ચૂકવણી કરી હતી તેવા આક્ષેપોનું નિરાકરણ થાય છે કારણ કે કંપની તેના દર્દીઓની ચકાસણી માટે વિકટર વિલેમાં આવેલી ડેઝર્ટ વેલી હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટની સેવા લેવા માગતી હતી.
નિવેદનમાં જણાવાયું હતું કે ડોક્ટર રેડ્ડીએ બાંધછોડ છોડ કર્યા બાદ નક્કી કરેલી ખરીદ કિંમત, વાજબી બજાર કિંમત કરતા ખૂબ વધારે અને કોમર્શિયલી યોગ્ય ન હતી. કાર્યકારી યુ.એસ એટર્ની ટ્રેસી વિલ્કિન્સે નિવેદનમાં જણાવ્યું હતું કે ડોક્ટરોએ તેમના વ્યવસાયના શપથ લેતી વખતે કોઈને નુકસાન ન પહોંચાડવા અને સૌપ્રથમ દર્દીઓનું હિત જાળવવાના સોગંદ લીધા હોય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter