કોરોનાની ચેપગ્રસ્ત મહિલાએ કોમામાં જ બાળકને જન્મ આપ્યો

Thursday 28th May 2020 06:49 EDT
 
 

કોરોનાની મહામારી વચ્ચે પોતાના પુત્ર માટે મોતના મુખમાં જઈને પાછી આવેલી ૪૦ વર્ષીય એલિસિયા કેપ્પર્સની આ વાત છે. પહેલ વહેલી વખત તેણે પોતાના નવજાત પુત્ર લેઈથને તાજેતરમાં ખોળામાં લઈ રમાડ્યો હતો. માર્ચ મહિનામાં કોરોનાનો પ્રકોપ વધ્યો અને તેનો ચેપ એલિસિયાને પણ લાગ્યો. ત્યારે તે સગર્ભા હતી. એલિસિયાને તેના પતિ ઝૈદ રઝાકે ઓહાયોના સિનસિનાટી હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. એલિસિયાની હાલત જોતાં તેને મેડિકલી ઈન્ડક્ટેડ કોમામાં રાખવામાં આવી હતી. અને તે જ દશામાં તેણે પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રનો જન્મ થયો ત્યારે તેના પિતા ૧૪ દિવસના ક્વોરેન્ટાઈમાં હતા એટલે તેઓ પણ તેને મળી શક્યા નહોતા. રસપ્રદ બાબત એ હતી કે નવજાત સંતાનને કોરોનાનો ચેપ લાગ્યો નહોતો. એસિલિયા વેન્ટિલેટર પર હોવાથી તરત તે નવજાત પુત્રની નજીક પણ જઈ શકી ન હતી. આખરે પરિસ્થિતિ થાળે પડતાં પાંચ સપ્તાહ બાદ એલિસિયાને પુત્રને ખોળામાં લેવાની તક મળી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter