ન્યૂ યોર્ક: ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ન્યૂ યોર્ક સિવિલ ફ્રોડ કેસમાં કોર્ટના ચાવીરૂપ કર્મચારીની સોશિયલ મીડિયા પર બદનક્ષી કરતી પોસ્ટ બદલ 5000 ડોલરનો દંડ કરાયો છે. જોકે ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પ કોર્ટની અવમાનની કાર્યવાહીમાંથી બચી ગયા છે. જજે કોર્ટના કર્મચારીની સામે તેમણે કરેલા બદનભક્ષીભર્યા લખાણને હટાવવાનું કહ્યુ હોવા છતાં પણ ટ્રમ્પે દૂર ન કરતા કોર્ટ ગુસ્સે થઈ હતી. ટ્રમ્પ કોર્ટ કાર્યવાહીમાંથી બચવામાં સફળ એટલા માટે રહ્યા છે કે આ તેમનો પહેલો ગુનો હતો.