વોશિંગ્ટનઃ અમેરિકામાં ICE એજન્ટ્સ જાણે સુપરકોપ હોય તે રીતે વર્તી રહ્યા છે. સંખ્યાબંધ જજોએ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 4400થી વધુ કેસમાં ટ્રમ્પ તંત્રને આ પ્રકારે કાર્યવાહી કરવાનું અટકાવવા કહ્યું હોવા છતાં એજન્ટ્સની કાયદાવિહીન પ્રક્રિયા બંધ થઈ નથી. આથી જ ડેમોક્રેટ્સે હોમલેન્ડ વિભાગનું ફંડ અટકાવવા સુધીનું પગલું લેવા ફરજ પડી છે. હાલ અમેરિકન કોર્ટમાં અમેરિકામાં રહેતા કોઈપણ ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરાય તો તેને બોન્ડ પર છોડી શકાય છે. પ્રવક્તાનો દાવો છે કે કેટલાક એક્ટિવિસ્ટ જજો અમેરિકન પ્રમુખ ટ્રમ્પના માસ ડિપોર્ટેશનન ધ્યેયને ખોરવવા માંગે છે, ઇમિગ્રેશનને લગતાં 20 હજારથી પણ વધુ કેસ ચાલે રહ્યા છે. ટ્રમ્પ તંત્ર ઇમિગ્રેશન પર જે રીતે ત્રાટક્યું છે તેની કોર્ટ વારંવાર ઝાટકણી કાઢતી રહી છે. છતાં ICE એજન્ટ્સે જાણે કોર્ટના આદેશોને સાવ વિસારે પાડી દીધા હોય તેમ વોરંટ વગર ઘરમાં ઘૂસવું અને વોરંટ વગર ધરપકડ કરવી, વોરંટ વગર કોઈને ઉઠાવી જેવા કૃત્યો ચાલુ રાખ્યા છે.


