કોર્ટે ભાડુઆતોના ઘર ખાલી કરાવવા પરનો પ્રતિબંધ ઉઠાવ્યો

Wednesday 01st September 2021 07:13 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાની સુપ્રીમ કોર્ટે ૨૬મી ઓગસ્ટે ભાડૂઆતોને ઘર ખાલી નહીં કરાવી શકાય તેવા બાઇડન સરકારના નિર્ણયમાં વધુ છૂટછાટ આપવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. સુપ્રીમના આ નિર્ણયના પગલે સંખ્યાબંધ ભાડૂઆતોની મુશ્કેલીમાં વધારો થશે અને ઘણાં ભાડૂઆતો આશરો ગુમાવશે તેમ મનાય છે.
કોર્ટે આઠ પાનાનાં બહુમતી અભિપ્રાય સાથે તેને અસામાન્ય પગલું ગણાવ્યું હતું. જોકે કોર્ટના ત્રણ ન્યાયમૂર્તિઓ આ નિર્ણય સાથે અસહમત હતા.
મહામારીના સમયમાં તંત્ર દ્વારા આ નિર્ણયના માધ્યમથી જેમને મદદનો પ્રયાસ કરાયો હતો તેવા ઘણા ભાડૂઆતોની મુશ્કેલી આ ચુકાદાને લીધે વધશે.
ભાડૂઆતોને ઘર ખાલી કરાવવા પર મૂકાયેલા પ્રતિબંધને લીધ ઘણાં મકાનમાલિકોમાં રોષ હતો. તેમને ભારે નુકસાન સહન કરવું પડયું હતું અને તેમના દેવામાં વધારો થયો હતો. તેમણે કોર્ટના આ ચુકાદાને આવકાર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter