કોર્ટે હત્યારાને નિર્દોષ જાહેર કરતા દેખાવો

Tuesday 23rd November 2021 14:17 EST
 

ન્યૂ યોર્કઃ અમેરિકાની એક કોર્ટે બે લોકોની હત્યા કરવા અને એક વ્યક્તિને ગંભીર ઘાયલ કરવાના આરોપી કાઈલ રિટ્ટનહાઉસને નિર્દોષ જાહેર કર્યો હતો. વંશીય હત્યારા તરીકે ચર્ચિત ૧૮ વર્ષીય કાઇલે ગત વર્ષે વિસ્કોન્સિનમાં બ્લેક લાઈવ્સ મેટરના સમર્થનમાં ચાલી રહેલા દેખાવો દરમિયાન ગોળીબાર કર્યો હતો.

કોર્ટના ચૂકાદા પછી અમેરિકામાં ગન કલ્ચર, વંશીય ભેદભાવ અને કથિત આત્મરક્ષાના અધિકારની મર્યાદાઓને લઈને ડિબેટ છેડાઈ છે. અમેરિકાના અનેક રાજ્યોમાં લોકો આ નિર્ણયના વિરોધમાં માર્ગો પર ઉતરી આવ્યા છે. પ્રમુખ જો બાઈડને વિરોધ કરતા લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. જોકે પૂર્વ પ્રમુખ ટ્રમ્પે ચુકાદાનું સમર્થન કરી કાઈલને શુભેચ્છા પાઠવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter