ક્રિષ્ના શ્રીનિવાસન IMF એશિયા-પેસિફિકના નવા વડા

Friday 17th June 2022 12:26 EDT
 
 

વોશિંગ્ટનઃ ઇન્ટનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ એશિયા પેસિફિક ડિપાર્ટમેન્ટના વડા તરીકે ભારતવંશી ક્રિષ્ના શ્રીનિવાસનની નિમણૂંક કરી છે. શ્રીનિવાસન્ 22 જૂનથી ચાંગયોંગ રીના અનુગામી તરીકે હોદ્દો સંભાળ‌શે. જ્યોર્જિવાએ કહ્યું હતું કે, ‘ક્રિષ્ના આઇએમએફના સન્માનિત સભ્ય છે. તેમણે કારકિર્દી દરમિયાન સંસ્થા માટે ઘણા મહત્ત્વના અને ઇનોવેટિવ યોગદાન આપ્યા છે.’ શ્રીનિવાસન્ ભારતીય નાગરિક છે અને તે ફંડ મેનેજમેન્ટનો 27 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. હાલ તેઓ એશિયા પેસિફિક ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી ડિરેક્ટર છે. શ્રીનિવાસને વિવિધ વિભાગોમાં લીડરશિપની ઉત્કૃષ્ટ કામગીરી નીભાવી છે. જ્યોર્જિવાના જણાવ્યા અનુસાર, શ્રીનિવાસને આઇએમએફના સહકર્મચારીઓ અને વિવિધ દેશોના સત્તાવાળા સાથે ઉત્તમ સહયોગી અને ભરોસાપાત્ર સલાહકાર તરીકે નોંધપાત્ર પ્રતિષ્ઠા ઊભી કરી છે. તેઓ વ્યૂહાત્મક વિચારક, ઇનોવેટર અને લોકોના મેનેજર તરીકે નામના ધરાવે છે. 2010માં આઇએમએફએ ‘એક્સલન્સ ઇન લીડરશિપ’ એવોર્ડ શરૂ કર્યો ત્યારે આ એવોર્ડ મેળવનારા શ્રીનિવાસન પ્રથમ વ્યક્તિ હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter