વોશિંગ્ટનઃ અમેરિકામાં રહેતો વોન્ટેડ ખાલિતાની આતંકી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાને શક્ય તેટલા જલ્દી પ્રત્યર્પણ માટે ભારત સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. હેપ્પી પાસિયા પર પાક. ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને ખાલિસ્તાની આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલની સાથે મળીને પંજાબમાં 16 જગ્યાએ આતંકી ઘટનામાં સંડોવણીનો આરોપ છે. પંજાબના અમૃતસર જિલ્લાના પાસિયા ગામના વતની હેપ્પીની ગત 17 એપ્રિલે કેલિફોર્નિયાના સેક્રામેંટોથી ધરપકડ કરાઈ હતી. અત્યારે તે એફબીઆઈ અને યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની કસ્ટડીમાં છે.