વોશિંગ્ટન: ગર્ભપાતને લગતી ગોળીઓના એક્સેસને લઈને મહિલાઓ રસ્તા પર ઉતરતાં બાઈડેન વહીવટી તંત્રે ચક્રો ગતિમાન કર્યા છે. ટ્રમ્પ ફરીથી મેદાનમાં ઉતર્યા છે અને મહિલાઓએ તંત્ર સામે મોરચો માંડ્યો છે ત્યારે બાઈડેન તંત્ર સક્રિય બન્યું છે.
બાઈડેન તંત્રે અને ડ્રગ ઉત્પાદકોએ 14 એપ્રિલે જણાવ્યું હતું કે મહિલાઓને ગર્ભપાતની ગોળીઓનું એક્સેસ જારી રાખો અને આ અંગે નીચલી કોર્ટે આપેલા આદેશને ફગાવી દો. જોકે, કાયદાકીય લડત તો જારી જ રહેશે. આમ અમેરિકામાં આ ચુકાદાના પગલે મહિલા અધિકાર મહત્વનો મુદ્દો બન્યો છે.
ન્યાય વિભાગ અને ડેન્કો લેબોરેટરીઝે ટેક્સાસમાં મિફેપ્રિસ્ટોન અંગે ચુકાદો આપ્યાના બે દિવસથી પણ ઓછા સમયમાં ઇમરજન્સી રિકવેસ્ટસ હાઇ કોર્ટમાં ફાઇલ કરી છે.
ઉલ્લેખનીય છે કે મિફેપ્રિસ્ટોન અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલતો સંઘર્ષ વર્ષ કરતાં પણ વધુ જૂનો છે. કન્ઝર્વેટિવના ન્યાયાધીશોએ રો વિરુદ્ધ વેડના ચુકાદાને ઉલટાવતાં અને તેના પગલે ડઝનેક રાજ્યોએ ગર્ભપાત પર જ સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેતાં આ સ્થિતિનું નિર્માણ થયું છે.