ગુજરાતના ગે રાજકુમાર માનવેન્દ્રસિંહ રિયાલિટી શોમાં મહેમાન બન્યા

Friday 07th July 2017 07:53 EDT
 

લોસ એન્જલસ: ભારતમાં જાહેરમાં ગે હોવાનો સ્વીકાર કરનારા પહેલા રાજકુમાર રાજપીપળાના માનવેન્દ્રસિંહ ગોહિલ તાજેતરમાં કાર્દિશન સિસ્ટર્સના રિયાલિટી શોના વિશેષ મહેમાન બન્યા હતા. આંતરરાષ્ટ્રીય મોડલ કેન્ડલ જેનર ફેબ્રુઆરી ૨૦૧૭મં ભારતની મુલાકાતે આવી હતી, ત્યારે તેણે આ રાજકુમાર વિશે સાંભળ્યું હતું. તેણે વતન પાછા ફરી પોતાની બહેનોને આ પ્રિન્સ અંગે વાત કરી હતી. ભારતમાં સામાન્ય રીતે સજાતીય સંબંધ ધરાવનારાઓનો સહજ સ્વીકાર થતો નથી. આ ત્રણે બહેનોના પિતા કેઇટલીન જેનર અને રાજકુમાર વચ્ચે સામ્યતા હતી. કેઇટલીન જેનર પણ ટ્રાન્સજેન્ડર મહિલા છે. આ બંને હિંમત દેખાડીને સમાજની રૂઢિમાંથી બહાર આવ્યા છે. તેના વિશે ખૂબ જાણકારી મેળવી હતી. પ્રિન્સે ૨૦૦૬માં રૂઢિમાંથી બહાર આવીને ફેરફાર આણ્યો હતો. તેઓ સાનફ્રાન્સિસ્કો ગયા હતા અને ત્યાં ભારતમાં એલજીબીટી સમુદાય કેન્દ્ર બનાવવા માટે ફાળો ઉઘરાવ્યો હતો. હવે આ બહેનોએ તેમને તેમના રિયાલિટી શો કીપિંગ અપ વિથ કાર્દિશનમાં વિશેષ મહેમાન તરીકે બોલાવ્યા હતા. રાજકુમારને કાર્દિશન સિસ્ટર્સે તેના લોસએન્જલસના બંગલે ભોજન માટે પણ બોલાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter